Showing posts with label યોજનાઓ. Show all posts
Showing posts with label યોજનાઓ. Show all posts

Thursday, September 19, 2019

આયુષ્યમાન ભારત યોજના

૧. આયુષ્યમાન ભારત યોજના ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે ?
🌷 પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

૨. પ્રધાનમંત્રી જન આરોગ્ય ના CEO ?
🌷 ઈન્દુભૂષણ

૩. દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના કઈ ?
🌷 આયુષ્યમાન ભારત યોજના

૪. આયુષ્યમાન ભારત યોજના માટે ક્યો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો જે ૨૫ ડિસેમ્બર થી લાગુ થશે ?
🌷 ૧૪૫૫૫

૫. આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેટલા વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે ?
🌷 ૧૦ કરોડથી વધારે

૬. આયુષ્યમાન ભારત યોજના નો લાભ કઈ હોસ્પિટલમાં મળશે ?
🌷 આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલી દેશની તમામ સરકારી હોસ્પિટલમાં

૭. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ક્યા રોગો - સર્જરીની સારવાર મળશે ?
🌷 કુલ ૧૩૫૦ પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજર

૮. આ યોજના કઈ તારીખે લોન્ચ કરવામાં આવી અને કોના હસ્તે કરવામાં આવી છે ?
🌷 ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

૯. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ ક્યાંથી કરાવ્યો ?
🌷 ઝારખંડ રાંચીથી

૧૦. કોના જન્મદિવસે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કરવામાં આવ્યો ?
🌷 પંડિત દિનદયાળ ઉપાધ્યાય (૨૫ સપ્ટેમ્બર)